Home / World : Lalit Modi and Vijay Mallya were seen partying in London

VIDEO / લંડનમાં પાર્ટી કરતા જોવા મળ્યા લલિત મોદી અને વિજય માલ્યા, કૌભાંડોને કારણે ફરાર છે બંને બિઝનેસમેન

IPLના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદીએ લંડનમાં યોજેલી પાર્ટી વિવાદમાં ઘેરાઈ છે. તેમાં લલિત મોદી અને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા બંને મસ્ત થઈ ગીતો ગાતો જોવા મળ્યા હતા. તેઓ ફ્રેન્ક સિનાત્રાનું ગીત 'આઈ ડીડ ઇટ માય વે' ગઈ રહ્યા હતા. લલિત મોદીએ તેની પાર્ટીનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે. તે ઝડપથી વાયરલ પણ થઈ ગયો છે. બંને કાયદાકીય વિવાદમાં ફસાયેલા હોવાથી તેમના આ વીડિયોને લઈને ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લલિત મોદીના આ ભવ્ય સમારંભમાં 310થી વધારે મહેમાન સામેલ થયા હતા. તેમાં વિશ્વભરમાંથી આવેલા મિત્રો અને સગાસંબંધીઓ હતા. આ મહેમાનોમાં RCBનો ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ ગેઇલ પણ હતા. ગેઇલે મોદી અને માલ્યા સાથેની તસ્વીર શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "અમે મસ્તીમાં છીએ. શાનદાર સાંજ બદલ ધન્યવાદ."

લલિત મોદીને IPL દ્વારા ભારતીય ક્રિકેટમાં ક્રાંતિ લાવવાનું શ્રેય આપવામાં આવે છે. જો કે તે 2010થી યુકેમાં જ વસેલો છે. BCCI એ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. લલિત મોદી પર બોલીમાં હેરાફેરી, લાંચ લેવાનો, મની લોન્ડરિંગ અને ફેમાના નિયમોના ભંગનો આરોપ છે. તેમાં કરોડો રૂપિયાની હેરાફેરીની ચર્ચા છે. 

બીજી બાજુએ વિજય માલ્યા પર 9 હજાર કરોડ રૂપિયાનું દેવુ ન ચૂકવવાના આરોપ છે. તેના પર પણ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે. 2017માં ભારતની પ્રત્યાર્પણની વિનંતી પર લંડનમાં પકડાયેલા માલ્યા હાલમાં જામીન પર છે અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. આમ બંને કાયદાકીય વિવાદો વચ્ચે પણ પાર્ટીનો આનંદ માણી રહ્યા હતા.

Related News

Icon