એક સમયે બિઝનેસ જગતના મોટા નામોમાં ગણાતા વિજય માલ્યાને લોકો હવે ભાગેડું કહી રહી રહ્યા છે. ભારત પણ બ્રિટનથી માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગ્યું છે. આ દરમિયાન તેમણે કિંગફિશર એરલાઇન્સના ડૂબવા પર ખૂલીને વાત કરી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર પ્રહાર કર્યા. માલ્યાએ કહ્યું કે, કંપનીની ખરાબ સ્થિતિ સમયે તે પ્રણવ મુખર્જી પાસે ગયો હતો.

