પહલગામમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોના પ્રવાસી પર થયેલા આતંકવાદી હુમલાને ચારેય તરફથી વખોડવામાં આવી રહ્યો છે. આ હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે તેમની અંતિમ યાત્રા દરમિયાન મૃતકની પત્નીએ કેન્દ્રીય મંત્રી સામે બળાપો ઠાલવી સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારબાદ ઉધના કાર્યાલય પર પોલીસ ગોઠવી દેવામાં આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે ભાજપ કાર્યાલય પર પોલીસની ગાડી અને સ્ટાફની હાજરીથી સુરતમાં અનેક ચર્ચાઓ શરુ થઈ છે. હુમલો થયો કાશ્મીરમાં પ્રવાસીઓ પર અને પોલીસ બંદોબસ્ત સુરત ભાજપ કાર્યાલય પર ગોઠવી દેવાયો છે. તે મુદ્દે લોકો અનેક ચર્ચા કરી રહ્યાં છે.

