
ગુજરાતના રાજકારણમાં નવે ગરમાવો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અનામત બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના ફોટા સાથેનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે. બારમું પાણી ઢોર નામે વાયરલ થયેલા આ પોસ્ટરમાં ધારાસભ્યો વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અનુસૂચિત જાતિના ગ્રુપમાં આ પોસ્ટર ખાસ્સું ચર્ચાનો કેન્દ્ર બન્યો
અનુસૂચિત જાતિના ગ્રુપમાં આ પોસ્ટર ખાસ્સું ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ધારાસભ્યો સત્તા માટે પોતાના સમાજને ભૂલી ગયા છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર તીવ્ર ચર્ચા ચાલી રહી છે.