ગુજરાતના ખેડાના બસ સ્ટેશન પાસે રાઈસ મીલમાં ભયાનક આગ લાગી છે. મળતા અહેવાલ પ્રમાણે રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની મીલમાં આ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ખેડા ફાયરની ટીમ સહિત નડિયાદથી ફાયર ફાઈટરની ટીમ પહોંચી છે. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

