VIDEO: વડોદરા શહેરમાં ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. જે બાદ પાણી ભરાવા અને ગટરના પાણી બૅક મારવાની સમસ્યામાં વધારો થયો છે. માંજલપુર વિસ્તારમાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે આ વિસ્તારમાં થયેલા વિકાસને અધિકારીઓને બતાવ્યો હતો. ગટરોના પાણી પાછા આવતા હોવાનો કાઉન્સિલરે આક્ષેપ મૂક્યો હતો. બગીચામાં પણ દૂષિત ગટરના દુર્ગંધ મારતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો હતો. કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલકને સ્થળ પર લઈ ગયા હતા અને આખો ચિતાર બતાવ્યો હતો. કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો લીધો ઉધડો. જે અંગે કાઉન્સિલર કલ્પેશ પટેલે અધિકારી સમક્ષ ભ્રષ્ટાચાર અંગેનો આક્ષેપ કર્યો હતો. જેથી બંને વચ્ચે તુતુ મેમેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિવાદ રાજકીય ડ્રામાનો ચર્ચાનો વિષય બન્યો હતો. કાઉન્સિલર કલ્પેશ પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કાઉન્સિલર એકબીજાને પગે લાગ્યા હતા.