Home / Sports : Will Virat Kohli also retire from Test cricket after Rohit Sharma

Rohit Sharma બાદ હવે Virat Kohli પણ લેશે ટેસ્ટમાંથી નિવૃત્તિ? જાણો BCCI એ શું કહ્યું

Rohit Sharma બાદ હવે Virat Kohli પણ લેશે ટેસ્ટમાંથી નિવૃત્તિ? જાણો BCCI એ શું કહ્યું

ભારતીય ટીમ આવતા મહિને 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ પહેલા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે આ અંગે BCCIને પણ જાણ કરી દીધી છે. જોકે, BCCIના અધિકારીઓએ તેને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિરાટ કોહલીએ પોતાનું મન બનાવી લીધું

સૂત્રોના જણાવ્યાનુસાર, વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાનું મન બનાવી લીધું છે અને BCCIને જાણ કરી દીધી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. પરંતુ BCCIએ તેને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝના કારણે પુનર્વિચાર કરવા અપીલ કરી છે. તેણે હજુ સુધી અપીલનો જવાબ આપ્યો નથી.

વિરાટ કોહલી (Virat Kohli) પહેલા હિટમેન રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 7 મેના રોજ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને રેડ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે, તે વનડે ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. 38 વર્ષીય રોહિત શર્મા (Rohit Sharma) એ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, રોહિતની જેમ, કોહલીએ પણ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી  T20Iને અલવિદા કહ્યું હતું. આવી સ્થિતિમાં, ક્રિકેટ ફેન્સ RO-KO (રોહિત અને કોહલી) ની જોડીને ODIમાં રમતા જોશે. તે બંને હાલમાં IPLમાં રમતા જોવા મળ્યા હતા. જે ભારત-પાકિસ્તાન તણાવને કારણે હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું હતું.

Related News

Icon