દેશભરમાં આજે ઠેર ઠેર હનુમાન જયંતી ઉજવવામાં આવી હતી. એવામાં મહીસાગરમાંથી કોમી એકતા અંગેના સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે હનુમાન જયંતીના દિવસે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. વિરપુર ખાતે હનુમાન જયંતીને લઈ નીકળી અતિ ભવ્ય શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પની વર્ષા કરવામાં આવી હતી.

