કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષ મેદાને આવી ચડ્યા છે. ‘આપ’ પાર્ટીએ બંને સ્થળે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે તો હવે ભાજપ અને કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કરશે. એવામાં કડી ચૂંટણી માટે ભાજપમાં નીતિન પટેલ અને સ્વ કરશન સોલંકી જુથ વચ્ચે હરિફાઇ જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસમાં પણ બળદેવજી ઠાકોર અને રમેશ ચાવડા જુથ વચ્ચે ખેંચતાણ છે. જ્યારે વિસાવદરમાં ભાજપમાં ભુપત ભાયાણી અને હર્ષદ રિબડીયા વચ્ચે પણ હરિફાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પણ કોઇ પાટીદાર ઉમેદવારને ટીકિટ આપે તેવી સંભાવના છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે.

