Home / Gujarat / Gandhinagar : Gujarat By Election: BJP candidates file nomination forms for Visavadar, Kadi seats

Gujarat By Election: વિસાવદર, કડી બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી

Gujarat By Election: વિસાવદર, કડી બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી

Gujarat By Election: રાજ્યમાં જૂનાગઢની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. વિસાવદર વિધાનસભા બેઠક પરના ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપતા તેમને વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે‌ પોતાનું ઉમેદવારી પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુખ્યમંત્રી સહિતનાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી કે વિસાવદરના મતદારોએ વર્ષ-2012થી ભાજપને આજ સુધી સત્તા આપી નથી હવે સો ટકા વિસાવદરના લોકો ભાજપને સમર્થન આપશે. ઓપરેશન સિંદૂરનો પણ લાભ મળશે. પાંચ વર્ષમાંથી હવે બાકી રહેતા 800 દિવસમાં વિસાવદર વિધાનસભાના તમામ નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે પ્રભારી જયેશ રાદડિયાએ કાર્યકરોની શક્તિના કારણે ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ 
વ્યક્ત કર્યો હતો. કિરીટ પટેલના ઉમેદવારી દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. MLA જયેશ રાદડિયા, હર્ષદ રિબડિયા, કનુભાઈ ભાલાળા, સાસંદ સહિતનાઓ પણ હાજર રહ્યા હતા. 

જ્યારે મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ પ્રાંત કચેરીએ ફોર્મ ભર્યું હતું. સભા અને રેલી બાદ ફોર્મ ભર્યું હતું. નીતિન પટેલ, ઋષિકેશ પટેલની હાજરીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમ્યાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભાજપના જૂના જનસંઘના કાર્યકર્તાને ઉમેદવાર બનાવ્યો છે જંગી બહુમતીથી જીત મેળવશે.

Related News

Icon