Visavadar News: જૂનાગઢની વિસાવદર બેઠક પર તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદાવરોને લઈને મેદાનમાં આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયા, કોંગ્રેસમાંથી નીતિન રાણપરીયા તથા ભાજપમાંથી કિરીટ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. એવામાં વિસાવદરમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપ દ્વારા સરકારી વાહનનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

