Home / Gujarat / Junagadh : Competition between BJP-Congress leaders for tickets in Kadi-Visavadar by-elections

કડી-વિસાવદર પેટા ચૂંટણીમાં ટિકિટ માટે ભાજપ-કોંગ્રેસ નેતાઓના જુથ વચ્ચે હરિફાઈ

કડી-વિસાવદર પેટા ચૂંટણીમાં ટિકિટ માટે ભાજપ-કોંગ્રેસ નેતાઓના જુથ વચ્ચે હરિફાઈ

કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષ મેદાને આવી ચડ્યા છે. ‘આપ’ પાર્ટીએ બંને સ્થળે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે તો હવે ભાજપ અને કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કરશે. એવામાં કડી ચૂંટણી માટે ભાજપમાં નીતિન પટેલ અને સ્વ કરશન સોલંકી જુથ વચ્ચે હરિફાઇ જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસમાં પણ બળદેવજી ઠાકોર અને રમેશ ચાવડા જુથ વચ્ચે ખેંચતાણ છે. જ્યારે વિસાવદરમાં ભાજપમાં ભુપત ભાયાણી અને હર્ષદ રિબડીયા વચ્ચે પણ હરિફાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પણ કોઇ પાટીદાર ઉમેદવારને ટીકિટ આપે તેવી સંભાવના છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિસાવદરમાં થઈ શકે છે કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત 

જૂનાગઢની વિસાવદર બેઠક પર કોંગ્રેસ નીતીન રાણપરીયાને ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.  નીતીન રાણપરીયા ભેંસાણ પંથકના જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય છે. લેઉવા પટેલ સમાજની અનેક સંસ્થાઓ તથા સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. થોડીવારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત કરાશે. આજે કોંગ્રેસની વિસાવદરમાં સભા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ સહિતના નેતાઓ વિસાવદરમાં હાજરી આપશે. પ્રદેશના નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. જો કે, કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે.

Related News

Icon