Home / Gujarat / Ahmedabad : BJP MLA and Minister Mukesh Patel's son acquired weapons based on bogus license

ભાજપ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્રએ બોગસ લાઇસન્સના આધારે વસાવ્યું હથિયાર

ભાજપ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્રએ બોગસ લાઇસન્સના આધારે વસાવ્યું હથિયાર

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ લાઇસન્સના આધારે હથિયાર મળવાનો સિલસિલો શરૂ થયો હતો. ગુજરાતમાં બોગસ હથિયારના લાઇસન્સ મામલે ATSએ સોકત અલીની ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત ATS દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોની પૂછપરછમાં મુકેશ બામ્ભા હરિયાણાના નૂંહમાં બંદુકની દુકાન ધરાવતા સોકત અલી, ફારૂક અલી, સોહિમ તથા આસીફને ઘણી મોટી રકમ આપી મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ પોતાના નામે બનાવડાવી હથિયારો ખરીદતો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેબિનેટ મિનિસ્ટર મુકેશ પટેલના પુત્રએ પણ વસાવ્યા હથિયાર

ગુજરાતમાં બોગસ હથિયારના લાઇસન્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલનું નામ પણ સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઓલપાડ વિધાનસભામાં ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી હથિયારના લાઇસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી લાઇસન્સ મેળવ્યું અને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હતું.

ગુજરાતમાં બોગસ હથિયાર વેચનાર સોકત અલીની ધરપકડ

ગુજરાત ATSની ટીમે સોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરી છે. ગુજરાત ATSના Dysp એસ.એલ.ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, સોકત અલી પાસે ગન વેચવાનું લાઇસન્સ છે અને તેની ગન વધારે વેચાય તે માટે તે ઉત્તર પૂર્વના દીમાપુર, ઇમ્ફાલ,મણિપુરમાં લોકોના સંપર્કમાં હતો, તેના આધારે ગુજરાતમાંથી જે ગ્રાહકો આવતા હતા તેમને બોગસ લાઇસન્સ અપાવવાનું કામ કરતો હતો. હમણા જે લોકો પકડાયા છે તેમની પાસેથી અલગ અલગ રકમ સોકત પાસે લોકલ એજન્ટ મારફતે પહોંચતી હતી. સોકત અલીને ત્યાં ઘણા સંપર્ક છે અને તે ત્યાં રૂમ ભાડે રાખીને રહેતો હતો અને લાકડાનો બિઝનેસ કરતો હતો. સોકત અલીને ત્યાં સરકારી કચેરીઓમાં પણ અવર જવર છે અને તેના સંપર્ક પણ સારા છે. સોકત અલી સિવાય બીજા બે આરોપી પણ છે.જોકે, તેમની ધરપકડ કરવાની બાકી હોવાથી વધુ માહિતી શેર કરી શકાય તેમ નથી.સોકત અલી હરિયાણાના નૂંહનો વતની છે.'

ગુજરાત ATSની ટીમ દ્વારા 4 રિવોલ્વર, 4 બારબોર ગન, 311 રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ખાતે પણ બોગસ હથિયાર લાઇસન્સને લઇને ગુનો નોંધાયો હતો. અત્યાર સુધી આ ઘટનામાં 40 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

 

 

 

 

Related News

Icon