Home / Entertainment : Is Divyanka Tripathi separating from husband Vivek Dahiya

શું પતિ Vivek Dahiyaથી અલગ થઈ રહી છે Divyanka Tripathi? Divorceના સમાચાર પર એક્ટરે આપ્યો જવાબ

શું પતિ Vivek Dahiyaથી અલગ થઈ રહી છે Divyanka Tripathi? Divorceના સમાચાર પર એક્ટરે આપ્યો જવાબ

તાજેતરમાં ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) વિશે એવી અફવા ફેલાઈ હતી કે તે 9 વર્ષના લગ્નજીવન પછી તેના પતિ વિવેક દહિયા (Vivek Dahiya) થી અલગ થઈ રહી છે. દિવ્યાંકા અને વિવેક બંનેએ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા નહતી આપી અને તેથી આ અફવાઓએ તેમના ફેન્સને ચિંતિત કર્યા. હવે આખરે વિવેક દહિયા (Vivek Dahiya) એ છૂટાછેડા (Divorce) ના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ અહેવાલોને માત્ર અફવાઓ ગણાવી અને કહ્યું કે આવા સમાચારો પર ધ્યાન આપવાને બદલે, તે અને દિવ્યાંકા તેના પર હસે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અફવાઓ પર વિવેકે શું કહ્યું?

એક રિપોર્ટ મુજબ, વિવેક દહિયા (Vivek Dahiya) એ પત્ની દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) સાથેના છૂટાછેડાના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, "અમને ખૂબ મજા આવી રહી છે. દિવ્યાંકા અને હું બંને હસતા હતા. આઈસ્ક્રીમ ખાતી વખતે, અમે વિચારી રહ્યા હતા કે જો તે વધુ લાંબો ચાલશે, તો પોપકોર્ન પણ ઓર્ડર કરીશું." અભિનેતાએ આગળ કહ્યું, 'હું પણ યુટ્યુબ પર બ્લોગિંગ કરું છું. મને ખબર છે કે આ ક્લિકબેટ શું છે. હું આ બધી વાતો ખૂબ સારી રીતે સમજું છું."

વિવેક દહિયાએ આગળ કહ્યું, 'જો તમે કંઈપણ સનસનાટીભર્યું પોસ્ટ કરશો તો લોકો તેને જોવા આવશે પણ હું તમને કહી દઉં કે આનાથી કંઈ નથી થતું. મને લાગે છે કે આવા જૂઠાણા લોકોને ન બતાવવા જોઈએ." તમને જણાવી દઈએ કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અફવા વાયરલ થઈ હતી કે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા 9 વર્ષના લગ્નજીવન પછી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. તે સમયે કપલે આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા નહતી આપી.

અભિનેત્રીને ડેન્ગ્યુ થયો

બીજી તરફ, દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું છે કે તેને ડેન્ગ્યુ થયો છે. આ સાથે, તેણે થર્મોમીટરની એક ઝલક બતાવી છે, જેમાં જોવા મળે છે કે તેને 102 તાવ છે. તેમ છતાં, અભિનેત્રી એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી.દિવ્યાંકાને ખબર નહોતી કે તેનો તાવ કેમ ઓછો નથી થઈ રહ્યો. ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે તેને ડેન્ગ્યુ થયો છે.

Related News

Icon