રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધુ એક ઝટકો આપ્યો છે. ગુરુવારે ટ્રમ્પે પુતિન સાથે ફોન પર રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરી હતી, પરંતુ રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કર્યા વિના પાછળ નહીં હટે.

