
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજ રોજ હોષ્ટેલ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીના હોસ્ટેલમાં નવનિર્માણના કારણોસર 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કરાયા હોવા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ફીમાં વધારો
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, તેમને કોઈ તૈયારી કે સમય આપ્યા વિના તાત્કાલિક રીતે હોસ્ટેલ ખાલી કરવા જણાવાયું છે. સાથે જ યુનિવર્સિટીના હોસ્ટેલની છ માસની ફી ₹3600 હતી, જ્યારે તેમને જે PG હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે તેની એક માસની ફી ₹8000 હોવાનું જણાવવામાં આવ્યું છે, જે વિદ્યાર્થી હિતમાં ન હોવાનું ABVPએ જણાવ્યું છે.
વિદ્યાર્થીઓની નારેબાજી
ABVPના આગેવાનો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિરોધ પ્રદર્શન કરી, વીસી ડૉ. કિશોરસિંહ ચાવડા સાથે મુલાકાત કરી અને લેખિત રજુઆત સોંપી. રજુઆતમાં માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થી પર ભારે આર્થિક ભાર ન આવે તે માટે યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે અને હોસ્ટેલ ખાલી કરાવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓના હિતમાં અને સમયસૂચક રીતે હાથ ધરવામાં આવે.
વિદ્યાર્થીઓએ ચિમકી ઉચ્ચારી
વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.