Home / Gujarat / Ahmedabad : Big news about clinical trials at VS Hospital

VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ અંગે મોટા સમાચાર, ડોક્ટરોએ ટ્રાયલના પૈસા ખાતામાં લીધા હોવાનું ખુલ્યું

VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ અંગે મોટા સમાચાર, ડોક્ટરોએ ટ્રાયલના પૈસા ખાતામાં લીધા હોવાનું ખુલ્યું

Ahmedabad VS Hospital News: અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તપાસ કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેમાં કૌભાંડમાં ડોક્ટરો દ્વારા ક્લિનિકલ ટ્રાયલના રૂપિયા ખાતામાં લીધા હોવાનું ખુલ્યું છે. ડૉ દેવાંગ રાણા અને ડો ધૈવત શુક્લએ ખાતામાં રૂપિયા લીધા હતા. ખોટી ક્લિનિકલ ટ્રાયલ કમિટી ઉભી કરી દર્દીઓ પર રિસર્ચ થતા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

NHLની એથિક્સ કમિટી હતી, 2021 પછી SVP સાથે સંકલન એથિક્સ કમિટી હતી પરંતુ  VSમાં કમિટી નહોતી. 58 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ટ્રાયલની 1.87 કરોડની રકમ ડોક્ટરોને ચૂકવવામાં આવી હતી. ડોક્ટરો સામે ખાતાકીય તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ સુપ્રિટેન્ડટ ડૉ મનીષ પટેલ અને ડો દેવાંગ રાણા સામે તપાસ થશે.

પોલીસ ફરિયાદ અંગે ડેપ્યુટી કમિશનરનું નિવેદન

શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસ થઈ પોલીસ ફરિયાદની આ કેસમાં જરૂર નથી. દેવાંગ રાણાને રૂ 50 લાખ VS બોર્ડમાં જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.

Related News

Icon