Ahmedabad VS Hospital News: અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તપાસ કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેમાં કૌભાંડમાં ડોક્ટરો દ્વારા ક્લિનિકલ ટ્રાયલના રૂપિયા ખાતામાં લીધા હોવાનું ખુલ્યું છે. ડૉ દેવાંગ રાણા અને ડો ધૈવત શુક્લએ ખાતામાં રૂપિયા લીધા હતા. ખોટી ક્લિનિકલ ટ્રાયલ કમિટી ઉભી કરી દર્દીઓ પર રિસર્ચ થતા હતા.

