Home / Gujarat / Ahmedabad : Questioning of Dr. Manish Patel on trial at VS Hospital

VIDEO: VS Hospitalમાં ટ્રાયલ કૌભાંડ અંગે સુપ્રીટેન્ડન્ટ ડો.મનીષ પટેલની પૂછપરછ પૂર્ણ, કહ્યું 'ટ્રાયલની 10 ટકા રકમ...'

અમદાવાદની વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે તત્કાલિન સુપ્રીટેન્ડન્ટ ડો.મનીષ પટેલની પૂછપરછ પૂર્ણ થઈ. મનીષ પટેલે તપાસ સમિતિ સમક્ષ લીગલ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. ટ્રાયલ અંગેના દસ્તાવેજો કમિટી સમક્ષ મૂક્યા હતા અને ડો.મનીષ પટેલે સમગ્ર ઘટના અંગે ખુલાસો કર્યો હતો. તેમજ હાલ ક્લિનિકલ રિસર્ચ રૂમને સિલ કરાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મારા પર થયેલા આક્ષેપો પાયાવિહોણા - ડો.મનીષ પટેલ

ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, મારા પર થયેલા આક્ષેપો પાયાવિહોણા છે. તમામ ટ્રાયલ નિયમ અનુસાર થયા છે. મેં તમામ લીગલ ડોક્યુમેન્ટ આપ્યા છે. દરેક ટ્રાયલ લીગલી થયા છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટની ગાઈડલાઈન મુજબ ટ્રાયલ થયા છે. અને ગાઈડલાઈન મુજબ MOU કર્યા હતા. વીએસ હોસ્પિટલને NHL કોલેજે એથીક્સ કમિટીમાંથી દૂર કરવા લેટર આપ્યો હતો. લેટરના આધારે ખાનગી હોસ્પિટલની એથીક્સ કમિટી સાથે MOU કર્યા હતા.

દેવાંગ રાણાના ઉપરી અધિકારી તરીકે હું નહોતો

વધુમાં તેમણે જણાવ્યું કે, દેવાંગ રાણાના ઉપરી અધિકારી તરીકે હું નહોતો. દેવાંગ રાણાનું પોસ્ટિંગ NHLમાંથી VS હોસ્પિટલમાં થયું હતું. VS હોસ્પિટલમાં ટ્રાયલ દરમિયાન એકપણ મોત થયું નથી. ત્રણ મોત SVP હોસ્પિટલમાં થયા છે. અને ટ્રાયલની 10 ટકા રકમ VS હોસ્પિટલમાં જમા થઈ છે. ટ્રાયલની ટોટલ 6 કરોડની રકમ થાય છે. કોઈ જોઈન્ટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું નથી. VS  હોસ્પિટલના એકાઉન્ટમાં જ પૈસા આવ્યા છે. તપાસ કમિટીએ મારો એપ્રોચ કર્યો હતો અને મેં તમામ લીગલ ડોક્યુમેન્ટ આપ્યા છે.

Related News

Icon