Home / Gujarat / Sabarkantha : 5 members of Sagar family swallowed poisonous medicine in Wadali

Sabarkatha news: વડાલીમાં સગર પરિવારના 5 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા, મોભીનું મોત, 4ની સ્થિતિ અત્યંત ગંભીર

Sabarkatha news: વડાલીમાં સગર પરિવારના 5 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા, મોભીનું મોત, 4ની સ્થિતિ અત્યંત ગંભીર

રાજ્યના સાબરકાંઠાના વડાલીમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવગતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો છે. પરિવારના પાંચેય સભ્યોને તાત્કિલક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે  તમામને સારવાર અર્થે પહેલા વડાલી ત્યારબાદ ઈડર હવે વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માતા અને ત્રણેય બાળકોની સ્થિતિ હાલ અત્યંત ગંભીર

માતા અને ત્રણેય બાળકોની સ્થિતિ હાલ અત્યંત ગંભીર છે. અચાનક આપઘાતના પ્રયાસના પગલે પરિવારના અન્ય સગા-સંબધીઓનાં ખળભળાટ મચ્યો છે. 

Related News

Icon