
IPL 2025ની 56મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ (GT) સામે ટકરાશે. MI અને GT પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે મજબૂત દાવેદાર છે. MIની ટીમ 11 મેચમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે, GTની ટીમના 10 મેચમાં 14 પોઈન્ટ છે. બંને ટીમો વચ્ચે નેટ રન રેટમાં તફાવત છે. MIની નેટ રન રેટ (+1.274) બધી ટીમોમાં સૌથી વધુ છે. MI અને GT બંને ટીમોમાં સ્ટાર બેટ્સમેન છે.
આવી સ્થિતિમાં વાનખેડે સ્ટેડિયમમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. સૂર્યકુમાર યાદવ, રિયન રિકેલ્ટન અને રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. રાશિદ ખાન અને મોહમ્મદ સિરાજ જેવા બોલરો સામે MIના સ્ટાર બેટ્સમેનોને રોકવા માટે કઠિન પડકાર રહેશે. બીજી તરફ, GTના આક્રમક બેટ્સમેન સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલર સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
IPLમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ 6 વખત આમને-સામને થયા છે, જેમાં GTનો હાથ ઉપર રહ્યો છે. GTની ટીમે 6 માંથી 4 મેચ જીતી છે જ્યારે MI ફક્ત 2 વાર જીતી શક્યું છે. GT એ છેલ્લી 5 મેચમાંથી 4 મેચ જીતી છે. જોકે, GTની ટીમ અત્યાર સુધી મુંબઈમાં નથી જીતી શકી.
મેચ ડિટેલ્સ
- તારીખ: 6 મે 2025
- દિવસ: મંગળવાર
- સમય: સાંજે 7:30 વાગ્યે
- ટોસ: સાંજે 7:00 વાગ્યે
- સ્થળ: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- લાઈવ ટેલિકાસ્ટ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
- લાઈવ સ્ટ્રીમિંગ: જિયો હોટસ્ટાર
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
MI: રિયન રિકેલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિલ જેક્સ, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, કોર્બીન બોશ.
GT: જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, સાઈ કિશોર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોએત્ઝી, રાશિદ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.