Home / Gujarat / Surat : C.R. Patil's reaction on the Waqf Bill

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વકફ બિલ અંગે પ્રતિક્રિયા, કહ્યું 'હિન્દુ, પારસી, મુસલમાન સૌ...'

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વકફ બિલ અંગે પ્રતિક્રિયા, કહ્યું 'હિન્દુ, પારસી, મુસલમાન સૌ...'

વકફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. એવામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ અંગે પ્રતિક્રિયા રજૂ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાજપના 46મા સ્થાપના દિન નિમિત્તે શુભેરછા પાઠવી

સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી વકફ બિલની ઉપયોગિતાને લઈ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે ભાજપનો 46મો સ્થાપના દિન નિમિત્તે સૌને શુભેરછા, કાર્યકર્તાઓને કારણે પાર્ટીની મજબૂતાઈ વધી છે. કાર્યકર્તાઓની જહેમતને કારણે પાર્ટી મોટી બની છે. વકફ બિલ માટે ઘણા દિવસથી લોકોના દિલમાં અવઢવ હતી. વકફ બિલના નિયમો રદ થવા જોઈએ અને તેમાં સુધાર થવો જોઈએ.

ફ્ક્ત હિન્દુ નહીં પારસી હોય મુસલમાન હોય તે તમામનો સમાવેશ થવો જોઈએ - C R પાટીલ

વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું કે, એમાં ફ્ક્ત હિન્દુ નહીં પારસી હોય મુસલમાન હોય તે તમામનો સમાવેશ થવો જોઈએ. વકફ બોર્ડે પહેલા પાલિકાની બિલ્ડિંગ પર પોતાની માલિકી જાહેર કરી હતી, પરંતુ તેના માટે પાલિકા હાઈકોર્ટમાં જઈને લડી અને અંતે જીત પાલિકાની થઈ હતી. પરંતુ કોઈ સંસ્થા પોતાની માલિકી કોઈ પણ જગ્યા પર જાહેર ન કરી શકે. જે બાદ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી(JPC)ને સુપરત કરવામાં આવી હતી.

લોકસભામાં અને રાજસભામાં 12 કલાક ચર્ચા બાદ બિલ મંજૂર થયું

વકફ બોર્ડમાં અલગ અલગ પાર્ટીના લોકો જોડાયા હતા અને આઠ કલાક જેટલો સમય ચર્ચામાં લાગ્યો હતા. બાદમાં લોકસભામાં અને રાજસભામાં 12 કલાક ચર્ચા કરી હતી અને સંતોષપૂર્ણ વાતાવરણ સાથે બિલ મંજૂર થયું હતું. તે સાથે જ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી બિલને શુભેચ્છા પાઠવી છે અને વકફ બિલથી દેશમાં ચાલતી સંસ્થાઓ પર અંકુશ આવ્યો છે.

Related News

Icon