Home / India : Waqf Bill was discussed for 24 hours, how much work was done in the budget session?

વકફ બિલ પર 24 કલાક ચર્ચા થઈ, 26 બેઠકમાં 16 બિલ પાસ થયા, જાણો બજેટ સત્રમાં કેટલું કામ થયું?

વકફ બિલ પર 24 કલાક ચર્ચા થઈ, 26 બેઠકમાં 16 બિલ પાસ થયા, જાણો બજેટ સત્રમાં કેટલું કામ થયું?

સંસદના બજેટ સત્ર દરમિયાન વક્ફ સંશોધન બિલ સહિત કુલ 16 બિલ પસાર કરવામાં આવ્યા છે. શુક્રવારે (4 એપ્રિલ) સમાપ્ત થયેલું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થયું હતું. સંસદીય કાર્ય મંત્રાલય અનુસાર, બજેટ સત્રમાં લોકસભાની ઉત્પાદકતા 118 અને રાજ્યસભાની 119 ટકા રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આખા સત્રમાં કુલ 26 બેઠકો થઈ

કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતિ કાર્ય મંત્રી કિરેન રિજિજુએ શુક્રવારે બજેટ સત્ર સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની સાથે વિધિ અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર)ના સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને સૂચના-પ્રસારણ તેમજ સંસદીય કાર્ય રાજ્ય મંત્રી એલ મુરૂગન પણ હાજર હતાં. જેમાં રિજિજુએ કહ્યું કે, બજેટ સત્રના પહેલાં તબક્કામાં લોકસભા અને રાજ્યસભાની કુલ 9 બેઠકો થઈ. સત્રના બીજા ભાગમાં બંને ગૃહની 17 બેઠક થઈ. આખા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠક થઈ. વર્ષનું પહેલું સત્ર હોવાના કારણે રાષ્ટ્રપતિએ 31 જાન્યુઆરીએ બંધારણના અનુચ્છેદ 87(1) અનુસાર, સંસદના બંને ગૃહને સંબોધિત કર્યું હતું.

173 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રામવીર સિંહ બિધૂડીએ રજૂ કર્યો અને રવિશંકર પ્રસાદે તેનું સમર્થન કર્યું. તેના માટે લોકસભામાં 12 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો. પરંતુ, ચર્ચા લંબાઈને 17 કલાક 23 મિનિટ સુધી ચાલી. આ ચર્ચામાં 173 સભ્યોએ ભાગ લીધો હતો.

રાજ્યસભામાં 18 કલાક ચાલી ચર્ચા

રાજ્યસભામાં કિરણ ચૌધરીએ ધન્યવાદ પ્રસતાવ રજૂ કર્યો અને નીરજ શેખરે તેનું સમર્થન કર્યું. આ પ્રસ્તાવ પર રાજ્યસભામાં 15 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો, જે ચર્ચા દરમિયાન વધીને 21 કલાક 46 મિનિટ સુધી પહોંચી ગયો. આ ચર્ચામાં 73 સભ્યોએ ભાગ લીધો હતો.

વક્ફ સંશોધન બિલ પસાર

સંયુક્ત સમિતિના રિપોર્ટ બાદ લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ-2025 પસાર કરવામાં આવ્યું. આ સિવાય મુસ્લિમ વક્ફ બિલ-1923 નિરસ્ત કરી દેવામાં આવ્યું.

બજેટ સત્ર દરમિયાન ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ-2025 પણ પસાર કરવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીની સ્થાપનાથી સહકાર ક્ષેત્રમાં શિક્ષા, પ્રશિક્ષણ અને ક્ષમતા પ્રદાન કરવા તેમજ સંબંધિત ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટી ડિગ્રી પ્રોગ્રામ્સ, ડિસ્ટન્સ એજ્યુકેશન અને ઈ-લર્નિંગ કોર્સ ઓફર કરશે અને સહકારી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા કેન્દ્રો વિકસાવશે.

આ બિલ પણ થયા પસાર

ઇમિગ્રેશન અને વિદેશી બિલ- 2025
બેંકિંગ કાયદા (સુધારા) બિલ- 2025 

Related News

Icon