Home / Gujarat / Surat : Opposition to Waqf Amendment Bill echoes in BJP

વકફ સુધારા બિલના વિરોધના ભાજપમાં પડ્યા પડઘાં, બારડોલીના પૂર્વ કોર્પોરેટરે આપી દીધું રાજીનામું

વકફ સુધારા બિલના વિરોધના ભાજપમાં પડ્યા પડઘાં, બારડોલીના પૂર્વ કોર્પોરેટરે આપી દીધું રાજીનામું

દેશમાં હાલ બહુચર્ચિત વકફ સુધારા બિલ અંગે હવે મામલો ગરમાઈ રહ્યો છે. ઘણા દિવસો  માથાકૂટ બાદ કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું. જેને ભાજપે સાથી પક્ષોની બહુમતી સાથે પસાર કર્યું હતું. જોકે આ વકફ સુધારા બિલ પાસ થતાં હવે ભાજપમાં રહેલા લઘુમતી આગેવાનોની નારાજગી સામે આવી રહી છે. ગુજરાત ભાજપમાં વિકેટ પડી હતી. ભાજપનો ગાઢ કહેવાતા સુરત જિલ્લા ભાજપમાં એક લઘુમતી હોદ્દેદારે રાજીનામુ આપ્યું છે. સુરત જિલ્લાના બારડોલી નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તા કાલુ કરીમ શાહે ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી સમાજને સમર્થન કરતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સમાજ વિરોધી બિલ: કાલુ કરીમ શેખ

ભાજપે લોકસભા અને રાજ્ય સભા બંનેમાં વકફ સુધારા બિલ પાસ કરાવી દેતા હવે લઘુમતી સમાજમાં વિરોધનો સુર ઉઠ્યો છે. રાજીનામુ આપનાર બારડોલીના કાલુ કરીમ શેખની વાત કરીએ તો સને 2019 માં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે સરકારે વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડ લાવતા વિરોધ કર્યો છે. આ તમામ બિલોને સમાજ વિરુદ્ધ ગણાવ્યું છે.

મોહ ભંગ થયો
 
કાલુ કરીમ શેખ બારડોલી નગરમાં વોર્ડ નમ્બર છમાં કોંગ્રેસમાંથી કોર્પોરેટર બન્યા હતા. સને 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે વકફ સુધારા બિલ અને UCC કાયદાના વિરોધમાં ભાજપ સાથે છેડો ફાડી કાલુ કરીમ શેખ તેમજ બારડોલી નગરના વોર્ડ નં 6ના અન્ય પાંચ જેટલા બુથ પ્રમુખોએ પણ રાજીનામું નગર અને જિલ્લા સંગઠન  આગેવાનોને રાજીનામુ મોકલી આપ્યું છે.

Related News

Icon