
Halvad news: મોરબી જિલ્લાના હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-2 ડેમ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખાલી થવાને આરે છે. જેથી મોરબી, જામનગર, હળવદની જનતાને ધોમધખતા ઉનાળામાં પાણી માટે રઝળપાટ થાય તેવી શક્યતાઓ છે. હળવદના બ્રહ્માણી-2 ડેમમાં ફક્ત સાત દિવસ ચાલે તેટલું જ પાણી રહ્યું છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં આકાશમાંથી ગરમી અગનગોળા બનીને વરસી રહી છે. ત્યારે મોરબીના હળવદમાં આવેલો બ્રહ્માણી-2 ડેમ ખાલી થઈ ચુક્યો છે. હવે ડેમમાં પાણી તળિયા ઝાટક થતા ટૂંક સમયમાં જનતાને પાણી માટે વલખાં મારવા પડે તેવી નોબત આવી શકે છે.
જેથી આગામી સમયમાં લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે પાલિકા તંત્ર અને આગેવાનોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. નગરપાલિકા તંત્ર અને સ્થાનિક આગેવાનોએ રજૂઆત ધ્યાને લઇ નર્મદા કેનાલનું પાણી ચાલુ કરાવ્યું. નર્મદા કેનાલ થી બ્રાહ્મણી-2 ડેમમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસો સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધર્યા છે.