
Chotila news: આકરો ઉનાળો ચાલી રહ્યો છે. આકાશમાંથી ગરમી અગનગોળા વરસાવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે આવી ગરમીમાં પણ વાવડી ગામના લોકોએ ભારે હોબાળો મચાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વાવડી ગામની મહિલાઓએ રોષે ભરાઈને ચોટીલા પોલીસ મથકે બંગડીઓ ફેંકીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મારામારીના બનાવમાં ભોગ બનનાર સાથે 200 જેટલા લોકો ચોટીલા પોલીસ મથકે ધસી આવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી ગામે બે દિવસ પહેલા મારામારીના બનાવ બાદ જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ તેને લઈ આ મારામારીમાં ભોગ બનનાર સાથે 200 જેટલા લોકો ચોટીલા પોલીસ મથકે ન્યાયની આશાએ ધસી આવ્યા હતા. ચોટીલા પોલીસ મથકે વાવડી ગામના લોકોએ હલ્લાબોલ કર્યો હતો. લોકોએ બે દિવસ પૂર્વેના સીસીટીવી રેકોર્ડિંગ જાહેર કરવાની અને ખુલ્લેઆમ આતંક મચાવતા હોવાની માંગ કરી હતી. આ ઉપરાંત મીડિયા સમક્ષ આરોપીઓને પૈસાના જોરે પૈસા પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ મૂક્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ મથકે આવી લોકોએ હોબાળો કરતા ચકચાર મચી હતી.