
ગુજરાતના વડોદરામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. વડોદરામાં વોર્ડ નંબર પાંચમાં પાણીની સમસ્યાને લઇ મહિલા કોર્પોરેટરના પતિ અને પુરવઠા વિભાગના અધિકારીના મારામારીનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું
બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે પુરવઠા વિભાગના કર્મીને મહિલા કાઉન્સિલરના પતિએ લાફો મારતા પુરવઠા વિભાગની કર્મચારીઓએ હડતાળ પર યથાવત છે.
પુરવઠા વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ
ઘટનામાં એક મહિલા કોર્પોરેટરના પતિની સંડોવણી હોવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે મહિલા કોર્પોરેટરના પતિ સામને કાર્યવાહી કરવા પુરવઠા વિભાગના કર્મચારીઓએ માગ કરી છે.