Home / India : PM Modi inaugurated Waves Summit 2025

PM મોદીએ Waves Summit 2025નું કર્યું ઉદ્દઘાટન, શાહરૂખ ખાનથી લઇને રજનીકાંત સુધીના સેલેબ્સ હાજર રહ્યાં

વર્લ્ડ ઓડિયો વિજ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ (Waves Summit)નું PM મોદીએ મુંબઇમાં ઉદ્દઘાટન કર્યું હતું. આ સમિટમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ સામેલ થઇ હતી. સમિટનો ઉદ્દેશ્ય મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ પર ભાર મુકવાનો છે. વર્ષ 2024માં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની રેવન્યૂ 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી છે.Waves Summit 2025નું જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 1 મેથી 4 મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સમિટ માટે શાહરૂખ ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, હેમા માલિની, મોહનલાલ, રજનીકાંત જેવા તમામ મોટા સેલેબ્સ પહોંચ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Waves Summit 2025માં યોજાશે વિવિધ સેશન

ગુરૂવાર બપોરે 12.30 વાગ્યે 'લીજેન્ડ્સ એન્ડ લેગેસી: ધ સ્ટોરીઝ ધેટ શેપ્ડ ઇન્ડિયાઝ સોલ' ટાઇટલથી પેનલ ચર્ચા શરૂ થશે જેમાં હેમા માલિની,મિથુન ચક્રવર્તી, રજનીકાંત, મોહનલાલ અને ચિરંજીવી સામેલ થશે અને આ સેશનને અક્ષય કુમાર હોસ્ટ કરશે. બીજુ સેશન બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. 'ધ ન્યૂ મેનસ્ટ્રીમ: બ્રેકિંગ બોડર્સ, બિલ્ડિંગ લીજેન્ડ્સ' પર યોજાનારા સેશનને કરણ જૌહર હોસ્ટ કરશે જેમાં ડિરેક્ટર એસએસ રાજામૌલી, સંગીતકાર એ.આર.રહમાન અને અભિનેતા અનિલ કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સામેલ થશે.

'ધ જર્ની: ફ્રૉમ આઉટસાઇડર ટૂ રૂલર' ટાઇટલથી અન્ય એક સેશન યોજાશે જેમાં કરણ જૌહર હોસ્ટ કરશે અને તેમાં એક્ટર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સામેલ થશે. સાંજે 5 વાગ્યે અલ્લુ અર્જૂન 'ટેલેન્ટ બિયોન્ડ બોડર્સ' નામના પેનલ ડિસ્કશનમાં સામેલ થશે.

 

Related News

Icon