
ગુજરાતી વિવિધ એજન્સીઓએ એક સાથે મળીને હથિયાર સંબંધિત કેસમાં સફળતા મળી છે. અત્યારના લાયસન્સ મણીપુર અને નાગાલેન્ડથી ઈસ્યુ થયા છે તેમજ મોટાભાગના હથિયારો હરિયાણામાંથી ખરીદવામાં આવ્યા છે. પૂર્વ તરફ રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે લાઇસન્સ કઢાવવામાં આવ્યા છે. સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. તેમજ સુરત, વડોદરા, સુરેન્દ્રનગર રાજકોટ, બોટાદ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસ.ઓ.જીની મદદ લેવામાં આવી હતી.
ગુજરાતમાં 108 આરોપીઓએ વેપન્સમાં લાઇસન્સ લીધા છે. 7, 8 લાખથી શરૂ કરીને 20 લાખ રૂપિયા સુધીમાં લાઇસન્સ આપતા હતા. નાગાલેન્ડના ઇમ્ફાલમાંથી ચાર લાયસન્સની માહિતી શરૂઆતમાં મળી હતી. આ ચાર લાયસન્સની તપાસ કરતાં સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું. આ મામલે 49 ઈસમોની સંડોવણી હોવાનું ખુલ્યું છે જેમાંથી હાલ 7 લોકોની ધરપકડ થઈ છે. ટીમ અત્યારે પણ મણિપુર અને નાગાલેન્ડમાં તાપસ કરી રહી છે. છેલ્લા છ વર્ષમાં તમામ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એજન્સી દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની તપાસ એજન્સી પણ સફાળી જાગી હતી મેઘાલય અને નાગાલેન્ડમાંથી ભાડા કરારના આધારે હથિયારના લાઇસન્સ મેળવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.ઘણા દિવસોથી પૂછપરછના બહાને કેટલાક શખ્સોને તપાસ એજન્સી દ્વારા ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. ડિટેઇન કરાયેલા શખ્સોમાંથી એવા શખ્સો પણ છે જે નામચીન વ્યક્તિઓ છે તેમને પૂછપરછ કરવાના બહાને ડિટેઇન કરાયા છે પણ નામ જાહેર કરવામાં એજન્સીઓ મૌન છે..કાયદાકીય છટકબારીના દુરૂપયોગની તપાસમાં વારંવાર બોલાવી બેસાડી રાખવા પાછળ ખેલની ચર્ચા પણ છે.
ગુજરાતમાં ગનકલ્ચર, તપાસ એજન્સીઓ પણ ચોકી
ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઓલ ઇન્ડિયા ગન લાઈસન્સ જ્યાંથી મેળવાય છે તેવા મણિપુર-મેઘાલય-નાગાલેન્ડ સહિતના અડધો ડઝન રાજ્યમાં તપાસ કરી રહી છે. જિલ્લાઓમાં SOG ટીમો તપાસ કરે છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કૂલ 21 શખ્સોને 25 હથિયારો, 216 કારતુસ સાથે રાઉન્ડઅપ કર્યા તેમાંથી 17 લોકોએ તો મણિપુર-નાગાલેન્ડથી એજન્ટો મારફતે ગન લાઇસન્સ મેળવ્યાની વિગતો ખુલી છે.ડ્રાઈવ દરમિયાન ગુજરાતના જે જિલ્લામાં ગન કલ્ચર સામે કાર્યવાહી થઈ ત્યાં આવી જ વિગતો ખુલતાં લીડ એજન્સી એ.ટી.એસ. દ્વારા કુલ 160 લોકોનું લિસ્ટ બનાવીને ઊંડી તપાસ શરૂ કરી છે.