
Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. આકાશમાંથી ગરમી અગનગોળા વરસાવી રહી છે, ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી જનતાને થોડી રાહત મળે તેવી આગાહી કરી છે. આગામી સાત દિવસ લોકોને ગરમીથી રાહત મળી શકે છે. ગુજરાતમાં 7 દિવસ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
મળતી વિગતો અનુસાર, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ગરમીથી રાહત અનુભવાય તેવી આગાહી વ્યક્ત કરી છે. જેમાં સાત દિવસ રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં માવઠું થશે. આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવમાન વિભાગે આગાહી કરી છે.
આજે ગીર-સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ગીર-સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગળ આગાહી કરી છે કે 21 મે બાદ રાજ્યમાં વરસાદ વરસાદની ગતિમાં વધારો થાય તેવી વકી છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારબાદ 22-24 મેએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા આગળ હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ 24મે એ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી
જો કે, આજે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું જેથી શહેરીજનો આકરી ગરમીથી અકળાઈ ઉઠયા હતા. રસ્તાઓ સુમસામ બન્યા હતા.
ગુજરાતમાં આવશે વહેલું ચોમાસું
હવામાન વિભાગે કહ્યું કે, ‘આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા વહેલું ગુજરાતમાં આવી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે ચાર દિવસ વહેલું એટલે કે, 10 કે 11 જૂનની આસપાસ પહોંચવાની સંભાવના છે. ચોમાસાની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે, ત્યારબાદ ઝડપથી સમગ્ર રાજ્યને આવરી લેશે.