Home / Gujarat / Bhavnagar : Gujarat news: Heavy to very heavy rains forecast till June 23

Gujarat news: 23 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Gujarat news: 23 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. એવામાં હવામાન વિભાગે આવનારા સાત દિવસની હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મંગળવારે અને બુધવારે (17-18 જૂન) રાજ્યના દરેક જિલ્લામાં ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે. મંગળવારે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય આખું અઠવાડિયું ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આજે રેડ ઍલર્ટ

17 જૂનઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (17 જૂન) દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરુચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 

18 જૂનઃ IMD અનુસાર, બુધવારે ગુજરાતના 12 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવગનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

19 જૂનઃ હવામાન વિભાગે ગુરુવારે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 

20 જૂનઃ હવામાન વિભાગે શુક્રવારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યા છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. 

21 જૂનઃ IMDની આગાહી અનુસાર, 12 જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળશે. 

22 જૂનઃ હવામાન વિભાગે શનિવારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય, 20 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

23 જૂનઃ રવિવારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, પાટણસ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 13 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે. 

Related News

Icon