Home / Gujarat / Gandhinagar : Gujarat Rain Forecast: Heavy rain accompanied by wind lashed 5 districts of Saurashtra, alert in these districts for the next 6 days

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં એલર્ટ 

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં એલર્ટ 

IMD Rain Forecast: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલે શનિવારે (14 જૂન) પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે પણ અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.

આ ઉપરાંત, અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ભાડ, લાસા, ઉમરીયા, નાના વિસાવદર, તાતણીયા, લાસા, ધાવડિયા, ભાડ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળીસહિત ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થતાં રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા છે. 

6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે 16 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

17 જૂનની આગાહી
17 જૂને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

18-19 જૂનની આગાહી
રાજ્યમાં 18 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને 19 જૂને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20-21 જૂનના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.

Related News

Icon