હિંમતનગર તાલુકાના ગાંભોઇ પંથકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં અચાનક પલટાયેલા વાતાવરણ વચ્ચે લગ્ન પ્રસંગોમાં દોડાદોડી થઈ ગઈ છે. રાત્રે ફૂંકાયેલા વાવાઝોડામાં લગ્ન પ્રસંગ અર્થે બાંધેલો મંડપ હલબલી ગયો હતો. મંડપને ઉડતો બચાવવા જાનૈયાઓ થાંભલા પકડીને ઉભા રહી ગયા હતા. ભારે પવનને પગલે મંડપ ઉડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લગ્ન પ્રસંગમાં જમણવારમાં પણ દોડાદોડી થઈ ગઈ.

