Home / Gujarat / Surendranagar : Surendranagar news: Wheat auction stopped at Wadhwan Marketing Yard from today

Surendranagar news: વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આજથી ઘઉંની હરાજી બંધ કરાઈ

Surendranagar news: વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આજથી ઘઉંની હરાજી બંધ કરાઈ

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ યાર્ડમાં આ વર્ષે વિપુલ ઘઉંની આવક થયા બાદ આજે બીજી મે શુક્રવારથી ઘઉંની હરાજી બંધ કરી દેવામાં આવી છે. 90 દિવસમાં 10 હજાર મણથી વધુની ઘઉંની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. ભાલિયા,રજવાડી, શરબતી, ટુકડી ઘઉંની યાર્ડમાં આવત થઈ છે. 500થી લઈ 800 સુધી પ્રતિ મણના ભાવો ખેડૂતોને મળવાથી ખેડૂતો પણ રાજી થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં અખાત્રીજ બાદ પણ ઘઉંની ભારે આવક થયા બાદ આજથી ઘઉંની હરાજી બંધ કરાઈ છે.  જેના પગલે આજથી તમામ શેડમાં ઘઉંની જાહેર હરાજી કરી દેવાઈ છે. ઘઉંની ખરીદી કરવા માટે હોટલ સંચાલકો, બિસ્કિટ બનાવતી ફેકટરીઓના માલિકો પણ હરાજીમાં ભાગ લીધો હતો. 90 દિવસમાં કૂલ 10 હજાર મણથી ઘઉંની વઢવાણ યાર્ડમાં નોંધાઈ હતી. જેથી આજ રોજથી ઘઉંની હરાજી બંધ કરી દેવામાં આવી છે. ભાલિયા, રજવાડી, શરબતી તેમજ ટુકડી ઘઉંની યાર્ડમાં આવક થઈ હતી. ખેડૂતોને પણ રૂપિયા 500છી લઈને 800 પ્રતિ મણનો ભાવ મળતા તેઓને પણ ખુશી થઈ હતી. 

Related News

Icon