થોડા વર્ષ અગાઉ 40થી વધુ વયની વ્યક્તિને સફેદ વાળ આવવાના શરૂ થઇ જતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે અને 12થી 16 વર્ષની ઉંમરના વિદ્યાથીઓના એક વર્ગમાં સરેરાશ આઠ વિદ્યાથીઓ સફેદવાળનો ભોગ બની રહ્યા છે. ટીનએજમાં વાળ સફેદ થઈ ગયા હોય તેનો આંકડો આજથી બે દાયકા અગાઉ માત્ર એક કે બે વિદ્યાથી પૂરતો સીમિત હતો. પરંતુ હવે ગરમીમાં વાળનું એક્સપોઝર, તેલ નહીં નાંખવાની ટેવ, રોજેરોજ જેલી નાંખીને વાળને કડક સ્ટાઈલમાં રાખવાની આદત અને જંકફૂડ આજના ટીનેજર્સના વાળ વહેલા સફેદ કરી રહ્યા છે.

