Home / Gujarat / Surat : wife of the deceased in the Pahalgam attack about security for the VIP turned out to be true

Pahalgam હુમલામાં મૃતકની પત્નીએ કરેલી VIPને સુરક્ષાની વાત સાચી ઠરી, Surat ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત

Pahalgam હુમલામાં મૃતકની પત્નીએ કરેલી VIPને સુરક્ષાની વાત સાચી ઠરી, Surat ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત

પહલગામમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોના પ્રવાસી પર થયેલા આતંકવાદી હુમલાને ચારેય તરફથી વખોડવામાં આવી રહ્યો છે. આ હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે તેમની અંતિમ યાત્રા દરમિયાન મૃતકની પત્નીએ કેન્દ્રીય મંત્રી સામે બળાપો ઠાલવી સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારબાદ ઉધના કાર્યાલય પર પોલીસ ગોઠવી દેવામાં આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે ભાજપ કાર્યાલય પર પોલીસની ગાડી અને સ્ટાફની હાજરીથી સુરતમાં અનેક ચર્ચાઓ શરુ થઈ છે. હુમલો થયો કાશ્મીરમાં પ્રવાસીઓ પર અને પોલીસ બંદોબસ્ત સુરત ભાજપ કાર્યાલય પર ગોઠવી દેવાયો છે. તે મુદ્દે લોકો અનેક ચર્ચા કરી રહ્યાં છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુરક્ષા ગોઠવી દેવાઈ

અંતિમ યાત્રા દરમિયાન મૃતક શૈલેષની પત્ની શીતલ કથળીયા દ્વારા ભારે આક્ષેપ કરવામાં આવતાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ નિઃશબ્દ બની ગયા હતા. બીજી તરફ લોકોમાં આતંકવાદી હુમલાને પગલે રોષને જોતાં ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલય પર પોલીસ કુમક ખડકી દેવામાં આવી છે. આ ઉપરાંત હવે શહેરીજનોનાં રોષને ધ્યાને રાખીને ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર બપોર બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. 

જાતજાતની ચાલી ચર્ચા

જોકે,  ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત અંગે ભાજપે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હોવાથી અનેક અટકળો થઈ રહી છે. પોલીસ જવાનોની હાજરીને પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા નાગરિકોમાં પણ પોલીસની ગતિવિધિને પગલે  જાત જાતની ચર્ચા થઈ રહી છે.

ધારદાર સવાલો સામે નેતાઓએ મૌન સેવ્યું

શૈલેષભાઈની અંતિમ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાયા હતા. આ સમયે પોતાની નજર સામે જ પતિને ગુમાવનારા શિતલબહેનનો ગુસ્સો આતંકવાદીઓની સાથે સાથે સરકારની સિસ્ટમ પણ ફાટી નીકળ્યો હતો. તેઓએ સરકારની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા. શિતલબહેને નેતાઓને ધારદાર સવાલો કરતાં ચારેતરફ સોંપો પડી ગયો હતો, તો નેતાઓના મોઢા જોવા જેવા થઈ ગયા હતા.

મૃતકની પત્ની શિતલબહેને સરકારની કામગીરી સામે સવાલો ઊઠાવ્યા

શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, MLA કુમાર કાનાણી અને વિનુ મોરડિયા જોડાયા હતા. આ નેતાઓની સામે જ મૃતકની પત્ની શિતલબહેને સરકારની કામગીરી પર અનેક સવાલો ઊઠાવ્યા હતા, જેના જવાબ નેતાઓ આપી શક્યા ન હતા. પાટીલની હાજરીમાં મૃતક શૈલેષ કળથિયાના પત્ની શિતલબહેને કહ્યું કે, 'આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડૉક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને પગાર આપ્યો છે ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાંય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ સુવિધા નથી મળી તેનો મને ન્યાય જોઈએ.'

બધું પતી જાય પછી ફોટા પડાવવા આવો છો?

સાંસદ સહિતના નેતાઓ સામે શિતલબહેન જે બળાપો કાઢી રહ્યા હતા તેમને અટકાવવા કેટલાક લોકોએ પ્રયાસ પણ કર્યો, તો નેતાઓ પણ ત્યાંથી જવા માગતા હોય તેવું લાગ્યું પરંતુ શિતલબહેને કહ્યું કે, 'નહીં સર, તમારે સાંભળવું જ પડશે. જ્યારે બધું પતી જાય ત્યારે આપણી સરકાર આવી-આવીને ફોટા પાડે છે અને કહે છે કે, આર્મી ઑફિસર અહીંયા હતા. પોલીસ ઑફિસર અહીં હતા. નેતાઓ પણ આવ્યા છે. પછી આવ્યા તેનો શું મતલબ? સરકાર પર ભરોસો રાખીને અમે ઉપર (કાશ્મીર) ગયા હતા.

Related News

Icon