Global Warming UN Shocking Report: સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ તેના તાજેતરના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે આગામી પાંચ વર્ષ (2025-2029) માં વૈશ્વિક તાપમાનમાં કોઈ રાહતની આશા નથી. બુધવારે જાહેર કરાયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ થવાની 70 ટકા સંભાવના છે, જે પેરિસ કરારના લક્ષ્ય કરતાં વધારે છે.

