Home / Gujarat : Congress organizes workers opinion and meeting program, whoever challenge BJP will made president

કોંગ્રેસ દ્વારા કાર્યકારોનું મંતવ્ય અને મીટીંગનો કાર્યક્રમ યોજાયો, ભાજપથી ડરે નહીં તેવાને બનાવાશે પ્રમુખ

કોંગ્રેસ દ્વારા કાર્યકારોનું મંતવ્ય અને મીટીંગનો કાર્યક્રમ યોજાયો, ભાજપથી ડરે નહીં તેવાને બનાવાશે પ્રમુખ

કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય અને મિટિંગ નોકાર્યક્રમ ગોઠવીને કોન્સેન્સ લેવાયો હતો. જેમા પ્રદેશમાંથી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય માજી મંત્રી અસ્લમભાઇ શેખ હાજર રહ્યા હતા. જેમની સાથે કોંગ્રેસના માજી વિપક્ષના નેતા અને જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમામ લોકોએ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલામાં મૃત્યુ પામનાર લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાજપથી દરે નહીં તેવા લોકોને પ્રમુખ બનાવવામાં આવશે

જયારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે વિસાદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવવાની છે જેમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવામાં નહિ આવે. જયારે જિલ્લાના પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય લેવામાં આવ્યું છે. સાથે જ ભાજપ સામે લડાયક સામનો કરી શકે તેમજ ભાજપથી ડરે નહિ અને ભાજપ સામે લડી શકે  તેવા પ્રમુખ બનાવવામાં આવશે. જયારે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા જીતાડી શકે તેવાને પ્રમુખ બનાવવામાં આવશે. જયારે જે લોકો ભાજપથી ડરીને ભાજપમાં ગયા છે તેઓને પાછા લેવામાં નહિ આવે.    

ગઠબંધન પર ચૈતર વસાવાના ગોળ ગોળ જવાબ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે અનંત પટેલના આદિવાસી નેતા તરીકે સારા સબંધો છે. વિસાદર બેઠક ઉપર ગઠબંધન ના થતા ચૈતર વસાવા સાથે સબંધો બગડશે. જે બાબતે પૂછતાં તેઓએ ગોળગોળ જવાબ આપ્યો હતો અને લડાયક નેતાઓ તૈયાર કરીશું તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો.

સરકારે ભાષણ બંધ કરી પાકિસ્તાનને સબક શીખવવું જોઈએ

જયારે મહારાષ્ટ્રના ધારાસભ્ય અસ્લમ શેખના જણાવ્યા મુજબ ગુજરાતથી પરિવર્તન લાવીશુ. પહેલગામમાં આતંકવાદીઓ એ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા તે દુઃખદ ઘટના છે. પાકિસ્તાનના આતંકવાદીઓએ સામે કડક પગલાં ભરવા માટે વિપક્ષે સરકારને મદદ કરવાની ખાતરી આપી છે. જયારે સરકારે ટીવી ઉપર અને મંચો ઉપર ભાષણ કરીને નહિ પરંતુ પાકિસ્તાનના ઘરમાં ઘુસીને સબક શીખવાડવો જોઈએ તેવી માંગ કરી છે     

Related News

Icon