
World news: પરિવારની મંજૂરી લઈને લગ્નના સપનામાં રાચતી 24 વર્ષીય એક ભારતીય યુવતી ભારતથી અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં ગયા બાદ અચાનક જ ગાયબ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ યુવતીની ઓળખ સિમરન તરીકે કરવામાં આવી છે. જે ગત 20મી જૂને ભારતથી અમેરિકા ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં આ યુવતી પોતાના ફોનમાં વ્યસ્ત અને કોઈની પ્રતીક્ષા કરતી જોવા મળી હતી.
યુવતીને અંગ્રેજી આવડતું નહોતું
ભારતથી અમેરિકા જઈને અમેરિકા ગુમ થયેલી આ સિમરન નામની યુવતી ન્યૂજર્સીના લિંડનવોલ્ડ પોલીસને ગુમ થવા અંગેની જાણકારી મળી હતી. સિમરન છેલ્લીવાર સફેદ ટી-શર્ટ અને કાળા રંગના ફ્લિપ ફ્લોપ અને ગ્રે પેન્ટમાં જોવા મળી હતી. સિમરનની ઉંચાઈ 5 ફૂટ 4 ઈંચ છે અને તેનું વજન આસરે 68 કિલોગ્રામ છે. તેના માથાની જમણી બાજું એક નાનું નિશાન પણ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં સિમરનના કોઈ સગાવ્હાલા નથી અને તે અંગ્રેજી પૂરતું નથી બોલી શકતી. તેનું આંતરરાષ્ટ્રીય સિમકાર્ડ ફોન વાઈ-ફાઈથી કામ કરે છે. પોલીસે ભારતમાં સિમરનના પરિવાર સાથે સંપર્ક સાધ્યો પરતું સંપર્ક નહોતી થઈ શક્યો.
અમેરિકા ફરવાનું બહાનું તો નથી?
પોલીસે જણાવ્યું કે, વીડિયોમાં તે કોઈ મુસીબતમાં હોય તેવું નથી જોવા મળ્યું. પોલીસને તપાસ બાદ જાણવા મળ્યું કે, સિમરન અમેરિકામાં પરિવારની મંજૂરીથી લગ્ન કરવા આવી હતી. જો કે, એવું પણ શક્ય છે કે તેનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હોય, અને તે માત્ર અમેરિકા ફરવાના ઈચ્છાથી આવી હશે.
અગાઉ પણ આવા કેસ સામે આવી ચુક્યા છે
ઉલ્લેખનીય છે કે, આવો જ એક મામલો માર્ચમાં પણ સામે આવ્યો હતો. જેમાં સુદીક્ષા કોનાંકી નામની એક ભારતીય વિદ્યાર્થિની જોમિનિકન રિપબ્લિકનમાં વેકેશન દરમ્યાન ગાયબ થઈ હતી. તે અમેરિકામાં અભ્યાસ કરી રહી હતી. છ માર્ચે જ્યારે તે ગુમ થઈ ત્યારે પોતાના મિત્રની સાથે પુંટાકાનમાં વેકેશન ગાળી રહી હતી. સુદીક્ષા છેલ્લે સવારે 4.14 વાગ્યે જોવા મળી હતી. આ બંને કેસમાં કેટલીક સમાનતા જોવા મળી રહી છે. પોલીસે તપાસને વધુ ગંભીરતાથી લઈ રહી છે.