British Ship Attacked In Red Sea : પશ્ચિમ એશિયામાં ફરી સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ હુથિ આતંકવાદીઓએ રવિવારે (6 જુલાઈ) રાતા સમુદ્રમાં બ્રિટિશ જહાજ પર હુમલો થયો છે. જહાજ યમનાના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કેટલાક હથિયારધારી લોકોએ હુમલો કર્યો છે. હથિયારધારીઓએ રૉકેટથી પણ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. જહાજ પર હાજર સુરક્ષાદળના જવાનોએ પણ વળતી કાર્યવાહી કરી દીધી છે અને હુમલાનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ‘હાલ બંને વચ્ચે અથડામણ ચાલી રહી છે. જોકે અત્યાર સુધી હુમલા અંગે કોઈ ગૃપે જવાબદારી સ્વીકારી નથી.

