Home / World : Iran Attack On US Airbase: Iran's fierce attack on Qatar, US communication center demolished

Iran Attack On US Airbase: કતાર પર ઈરાનનો ભીષણ હુમલો, અમેરિકાનું કમ્યુનિકેશન સેન્ટર તોડી પાડયું

Iran Attack On US Airbase: કતાર પર ઈરાનનો ભીષણ હુમલો, અમેરિકાનું કમ્યુનિકેશન સેન્ટર તોડી પાડયું

Iran Attack On US Airbase: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ગત મહિને સર્જાયેલા ભીષણ યુદ્ધમાં થયેલા નુકસાનનો ખુલાસો ધીમે ધીમે થઈ રહ્યો છે. ઈરાને આજે એક વીડિયો રજૂ કરી દાવો કર્યો હતો કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત યુએસ કોમ્યુનિકેશન ફેસિલિટીને નષ્ટ થઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

ભારતમાં ઈરાનની એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો રજૂ કરી જણાવ્યું હતું કે, સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે, ઈરાને ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત અમેરિકાની સેનાના પ્રાઈમરી કોમ્યુનિકેશન્સ રેડોમને નષ્ટ કર્યું હતું. તેનું બીજુ રેડોમ કુવૈત આવેલું છે. ઉલ્લેખનીય છે, ઈરાનના દાવા પર કતાર કે અમેરિકાએ કોઈ નિવેદન આપ્યું નથી. અમેરિકાએ ગતમહિને બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કરી ઈરાનના ત્રણ પરમાણુ મથકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. જેના જવાબમાં ઈરાને કતાર સ્થિત અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો.

અમેરિકાની કોમ્યુનિકેશન ફેસિલિટી પર હુમલો
ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ખાનગી સેટેલાઈટ કંપની સેટેલોજિક દ્વારા 24 જૂનના રોજ રજૂ કરવામાં આવેલી તસવીરોમાં રેડોમને નુકસાન થયુ હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. અલ ઉદૈદ એરબેઝમાં સ્થિત આ રેડોમ એડવાન્સ્ડ જિયોડેસિક સ્ટ્રક્ચરમાં સ્થાપિત સંવેદનશીલ કોમ્યુનિકેશન્સ ઈક્વિપમેન્ટ છે.  જે મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્યની સૌથી મોટી સુવિધા છે. જેનો ઉપયોગ યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના હેડક્વાર્ટરને ગુપ્ત અને સુરક્ષિત સંદેશાઓ પહોંચાડવા માટે થાય છે. 

CENTCOMએ હુમલાની પુષ્ટિ કરી હતી
CENTCOMએ 23 જુનના નિવેદન જાહેર કરી હુમલાની પુષ્ટિ કરી હતી કે, અમેરિકાની સેનાએ કતારના પાર્ટનર્સ સાથે મળી ઈરાન દ્વારા અલ-ઉદૈદ એરબેઝ પર કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈરાને કતારના દોહા નજીક સ્થિત આ એરબેઝ પર બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. ઈરાનના હુમલામાં અમેરિકાના એરબેઝને નજીવુ નુકસાન થયુ હતું. જેની પાછળનું કારણ ઈરાને આ હુમલાનો અગાઉ જ સંકેત આપી દીધો હતો. જેથી સાવચેતીના ભાગરૂપે અમેરિકાએ આ એરબેઝમાંથી ફાઈટર વિમાનોને સેનાના CENTCOM ટ્રાન્સફર કર્યા હતાં. સેટેલાઈટ ઈમેજમાં પણ જોવા મળી રહ્યું છે કે, ઈરાનના હુમલામાં માત્ર જિઓડેસિક ડોમને જ નજીવું નુકસાન પહોંચ્યું હતું.

Related News

Icon