
અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 11માં ધોરણના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિનીની માતાએ આરોપ લગાવ્યો કે સ્કૂલના અન્ય વિદ્યાર્થિનીને પરેશાન કરતા હતા અને અપમાનિત કરતા હતા કે તેમનો પરિવાર અહીં ગેરકાયદેસર અમેરિકામાં રહે છે અને જલદી તેના માતા-પિતાને સાંકળથી બાંધીને દેશની બહાર મોકલી દેવામાં આવશે. હવે માતાના આરોપો બાદ ગેંસવિલે ઇન્ડિપેડન્ટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
શું છે ઘટના?
ટેક્સાસની જોસલીન રોજો કારાંજાએ આઠ ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થિનીની માતાએ ફરિયાદ નોંધાવી કે તેને 'તમારા માતા-પિતાને સાંકળથી બાંધીને દેશની બહાર મોકલી દેવાશે અને તમે એકલા રહી જશો, કહીને એટલી ડરાવવામાં આવી કે તેને આત્મહત્યા કરી લીધી હતી.'
જોસલીનની માતા મર્બેલા કારાંજાએ કહ્યું, 'મારી દીકરીએ ક્યારેય કોઇ સંકેત આપ્યો નહતો કે તે તણાવમાં હતી. હું ક્યારેય ના જાણી શકી કે તેને સ્કૂલમાં પરેશાન કરવામાં આવતી હતી.'
ટ્રમ્પે લીધો કડક નિર્ણય
11 વર્ષની વિદ્યાર્થિનીની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટલાક સવાલ ઉભા થઇ રહ્યાં છે. લોકો તેમની નીતિઓને આ વિદ્યાર્થિનીની આત્મહત્યા માટે જવાબદાર માને છે.
ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળતા જ એક પછી એક એવા નિર્ણય લીધા છે જેને પુરી દુનિયાને પ્રભાવિત કર્યા છે. આવો જ એક નિર્ણ દેશના ઇમિગ્રેશન કાયદાને કડક કરવાનો છે. ટ્રમ્પ સરકાર સતત ગેરકાયદેસર રહેતા પ્રવાસીઓને ડિપોર્ટ કરી રહી છે. ભારત સહિત કેટલાક દેશોના નાગરિકોને સાંકળમાં બાંધીને તેમના દેશમાં પરત મોકલવાને કારણે ટ્રમ્પની ટીકા થઇ રહી છે.
ભારતમાં પણ થયો હતો વિવાદ
જ્યારે અમેરિકન સરહદ પોલીસ ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને વિમાનમાં પરત મોકલવા માટે બેસાડી રહી હતી ત્યારે તેમના તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તમામ ભારતીયોના હાથમાં હથકડી અને પગ સાંકળથી બાંધેલા હતા.ગેરકાયદેસર પ્રવાસીઓ સાથે આતંકીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો જેની ટીકા થઇ હતી.