અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં સતત ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે.
https://twitter.com/WhiteHouse/status/1891922058415603980
ભારતના 332 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ડિપોર્ટ
અત્યાર સુધી ભારતના 332 જેટલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પકડીને ત્રણ સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ખુંખાર અપરાધીઓની જેમ જ લાવવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને કેવી રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.
વ્હાઈટ હાઉસે શેર કર્યો વીડિયો
વ્હાઈટ હાઉસે ASMR : ઈલિગલ એલિયન ડિપોર્ટેશન ફ્લાઈટ ના કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સાંકળમાં બાંધેલા ગેરકાયદે અપ્રવાસીઓને વિમાનમાં ચઢતા બતાવાયા હતા. એક સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ વિમાન સિએટલથી રવાના થઇ હતી. વીડિયોમાં ઈમિગ્રન્ટ્સને અમેરિકાના અધિકારીઓ એક આતંકી કે અપરાધી તરીકે સાંકળમાં જકડતાં દેખાય છે. આ વીડિયો પર ઈલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપતાં હાસ્ય સાથે લખ્યું... HAHA WOW.