Home / Gujarat / Ahmedabad : List of 33 Gujaratis deported from America

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓનું લીસ્ટ, અમદાવાદ, કડી - કલોલ અને ગાંધીનગરના સૌથી વધુ લોકો

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓનું લીસ્ટ, અમદાવાદ, કડી - કલોલ અને ગાંધીનગરના સૌથી વધુ લોકો

અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાયેલો ત્રીજો કાફલો ગઈકાલે રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયો હતો. જેમાં 33 ગુજરાતીઓ સામેલ છે. હાલ, ચાર ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. જ્યારે બાકીના બપોરની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચશે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ અમદાવાદી છે. અમદાવાદના નવ લોકોને અમેરિકામાં ગેરકાયદે વસવાટ બદલ હાંકી કઢાયા છે. જ્યારે ગાંધીનગરથી આઠ લોકોને પરત વતન મોકલાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

11 વાગ્યાની ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા હતા અને તેમને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. બપોરે 2 વાગ્યેની ફ્લાઇટમાં વધુ 29 ગુજરાતીઓ સ્વદેશ પરત આવ્યા છે. ગુજરાતીઓમાં અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સૌથી વધુ લોકો છે. નરોડા,નારણપુરા,કલોલ અને ડિંગુચાના પરિવાર સામેલ છે.અગાઉ 6 ફેબ્રુઆરીએ 33 લોકો આવ્યા હતા જ્યારે 16 ફેબ્રુઆરીએ 8 ગુજરાતી પરત ફર્યા હતા.

 છેલ્લા 12 દિવસમાં કુલ 332થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલાઓની સત્તાવાર યાદીને ધ્યાનમાં લઈએ તો, અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારાઓમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકો વધુ છે. પ્રથમ કાફલામાં પણ ડિપોર્ટ કરાયેલા લોકોમાં 17 જણ ગાંધીનગરથી હતાં. ત્રીજા કાફલામાં કડીના સાત લોકોને ડિપોર્ટ કરાયા છે. જ્યારે એક વિજાપુરથી અને એક સુરેન્દ્રનગરથી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસીના કારણે અમેરિકાથી છેલ્લા 12 દિવસમાં કુલ 332થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાએ ડિપોર્ટેશનના ભાગરૂપે 487 ભારતીયોને પરત મોકલવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

ત્રીજા કાફલામાં ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ

રાણા સપનાબેન ચેતનસિંહ    ગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ    ગાંધીનગર
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ    ગાંધીનગર
પ્રજાપતિ પાયલ અનિલકુમાર    કલોલ
પટેલ દીપ ઘનશ્યામભાઈ    કડી
પટેલ સાક્ષીબેન દીપ    કડી
હસમુખભાઈ રેવાભાઈ પટેલ    વિજાપુર
લુહાર ધવલભાઈ કિરીટકુમાર    કલોલ
લુહાર પૂજા ધવલભાઈ    કલોલ
લુહાર રુદ્ર ધવલભાઈ    કલોલ
પટેલ નીત તુષારભાઈ    અમદાવાદ
પટેલ તુષાર પ્રવીણચંદ્ર    અમદાવાદ
પટેલ ચેતનાબેન તુષારભાઈ    અમદાવાદ
પટેલ હિમાંશી ચિરાગકુમાર    અમદાવાદ
પટેલ ચિરાગકુમાર શૈલેષકુમાર    અમદાવાદ
પટેલ હાર્દિક દશરથભાઈ    અમદાવાદ
પટેલ સ્વાતિ હાર્દિકભાઈ    અમદાવાદ
પટેલ હેનિલ હાર્દિક ભાઈ    અમદાવાદ
પટેલ દિશા હાર્દિક ભાઈ    અમદાવાદ
પટેલ જય રાજેશ    કડી
પટેલ હારમી રાજેશકુમાર    કડી
પટેલ માહી રાજેશભાઈ    કડી
પટેલ મંજુલાબેન રાજેશભાઈ    કડી
રાવલ રણજીતભાઇ    ગાંધીનગર
રાણા ચેતનસિંહ ભરતસિંહ    ગાંધીનગર
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ    કલોલ
પટેલ રાજેશ બળદેવભાઈ    કડી
પ્રજાપતિ આરવ અનિલકુમાર    કલોલ
પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમાર    કલોલ
રામી હિતેશ રમેશભાઈ     સુરેન્દ્રનગર
પટેલ જયેશકુમાર ભોલાભાઈ    ગાંધીનગર
પટેલ હિરલબેન જયેશકુમાર    ગાંધીનગર
પટેલ પ્રાંશ જયેશકુમાર    ગાંધીનગર

વિઝિટર વિઝાથી ગેરકાયદે વસવાટ

અમેરિકાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરાયેલી યાદીમાં મોટાભાગના ગુજરાતીઓ વિઝિટર અથવા ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા હતાં. તેઓ વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ત્યાં જ ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતાં. અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓની સંખ્યા ખુબ મોટી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાથી ડિપોર્ટની કામગીરી કરવામાં આવે તો ગુજરાતીઓને પરત લાવવામાં 50 ફ્લાઇટ પણ ઓછી પડે. ગેરકાયદે રહેતાં ગુજરાતીઓ સહિત સવા લાખથી વધારે ભારતીયોને શોધવા માટે અમેરિકાની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. જેના કારણે છેલ્લાં ઘણા દિવસોથી વિવિધ મોટેલ અને હોટલોમાં ગેરકાયદે કામ કરતા ભારતીયો આવવાના બંધ થયા છે. તો કેટલાંક લોકો તેમના મકાનો બદલી રહ્યા છે. 

Related News

Icon