Home / Gujarat / Ahmedabad : 4 Gujaratis deported from USA reach Ahmedabad airport

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 4 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, પોલીસ વાહનોમાં પહોંચાડાશે વતનમાં

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 4 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, પોલીસ વાહનોમાં પહોંચાડાશે વતનમાં

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 29 અને પંજાબના 31 લોકો સામેલ હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના

જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે. અમદાવાદ ઍરપોર્ટ પર હાલમાં 4ની તપાસ ચાલી રહી છે અને જે ચાર લોકો પાછા આવ્યા તેમાં મહેસાણાના બે લોકો એક સુરેન્દ્રનગરનો અને એક ગાંધીનગરનો સામેલ છે. હાલમાં મહેસાણાના યુવકોને પોલીસની ગાડીમાં બેસાડીને રવાના કરાયા હતા. ગાંધીનગરના યુવકને અમદાવાદ ઍરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે અને તેને બપોરે બીજી ફ્લાઇટમાં આવનારા લોકો સાથે ગાંધીનગર રવાના કરવામાં આવશે. 

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 33, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. 

અમેરિકાથી ત્રીજી ફ્લાઇટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી 

 

મિહિર ઠાકોર ગુજરાત
રાણા ચેતનસિંહ ભરતસિંહ ગાંધીનગર
પટેલ દીપ ઘનશ્યામભાઈ મહેસાણા
લુહાર પૂજા ધવલભાઈ જામનગર
રાણા સપનાબહેન ચેતનસિંહ ગાંધીનગર
પટેલ નીત તુષારભાઈ ગુજરાત
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ ગાંધીનગર
પટેલ ચિરાગકુમાર શૈલેષકુમાર મહેસાણા
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ વેડા
પટેલ મંજુલાબહેન રાજેશભાઈ ભરૂચ
પ્રજાપતિ આરવ અનિલકુમાર ગોઝારિયા
પટેલ હિરલબહેન જયેશકુમાર ગાંધીનગર
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ રાંધેજા
પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમાર ગોસાવિરા
પટેલ માહી રાજેશભાઈ અમદાવાદ
પટેલ હારમી રાજેશકુમાર અમદાવાદ
પટેલ હસમુખભાઈ રેવાભાઈ ગુજરાત
રામી હિતેશભાઈ રમેશભાઈ ગુજરાત
પટેલ રાજેશ બલદેવભાઈ મહેસાણા
પટેલ પ્રાંશ જયેશકુમાર ગાંધીનગર
પટેલ જયેશકુમાર ભોલાભાઈ ગાંધીનગર
ચૌધરી સુરેશભાઈ અંશકુમાર ગુજરાત
 

બીજા વિમાનમાં 116 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા 

નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમર ના હતા. 

પહેલી ફ્લાઇટમાં 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ ડિપોર્ટ થયા હતા 

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યા છે ત્યારથી તેમણે વિવિધ દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરુ કરી દીધું છે. આ અભિયાન હેઠળ જ 5 ફેબ્રુઆરીએ ભારતમાં પહેલી ફ્લાઇટ અમેરિકાથી મોકલાઈ હતી જેમાં 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા. આ ફ્લાઇટમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતના જ લોકો હતા.  

Related News

Icon