Home / World : Are these big leaders on Al Qaeda's hit list? Trump-Musk among them,

અલ કાયદાના હિટલિસ્ટમાં છે ટ્રમ્પ-મસ્ક સહિત આ મોટા નેતાઓના નામ, વિશ્વભરમાં ખળભળાટ

અલ કાયદાના હિટલિસ્ટમાં છે ટ્રમ્પ-મસ્ક સહિત આ મોટા નેતાઓના નામ, વિશ્વભરમાં ખળભળાટ

Al-Qaeda leader threatens Trump And Musk: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અલ કાયદા ઇન અરેબિયન પેનિનસુલા (AQAP)એ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.  પરંતુ અમેરિકા દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ નિવેદન સામે આવ્યું નથી. જો કે, એક્યુએપી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત અન્ય લોકોના નામ પણ છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આ ધમકીનું કારણ ગાઝામાં થઈ રહેલી હિંસા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અલ કાયદાની હિટલિસ્ટમાં આ લોકોના નામ!

અહેવાલો અનુસાર, અલ કાયદાની યમન શાખાએ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્કને મારી નાખવાની ધમકી આપી છે. માર્ચ 2024માં એક્યુએપીની કમાન સંભાળનારા સાદ બિન અતાફ અલ અવ્લાકી દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. 

લગભગ અડધા કલાક લાંબા આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક ઉપરાંત ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથના ચહેરા દેખાય છે. આ ઉપરાંત, ઇજિપ્ત, જોર્ડન અને ખાડીના આરબ દેશોના નેતાઓને મારી નાખવાની અપીલ છે. આ ઉપરાંત AQAPના વાડાએ અમેરિકામાં રહેતા લોકોને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો બદલો લેવાની અપીલ કરી છે.

એક્યુએપી અલ કાયદાની સૌથી ખતરનાક શાખા

ઉલ્લેખનીય છે કે, એક્યુએપીને અલ કાયદાની સૌથી ખતરનાક શાખા માનવામાં આવે છે. અમેરિકાએ અલ અવ્લાકી પર 60 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

 

Related News

Icon