Home / World : Bill Gates warns Elon Musk about USAID

USAID અંગે બિલ ગેટ્સે એલન મસ્કને આપી ચેતવણી, જાણો શું છે મામલો

USAID અંગે બિલ ગેટ્સે એલન મસ્કને આપી ચેતવણી, જાણો શું છે મામલો

અબજોપતિ અને માનવતાવાદી બિલ ગેટ્સે ઈલોન મસ્કની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) બંધ કરવાની જાહેરાત સંદર્ભે ચિંતા દર્શાવી છે. તેમજ તેને બંધ કરવાથી વિશ્વ પર માઠી અસર થવાની ભીતિ પણ વ્યક્ત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મસ્કની રાજકીય દખલગીરીની નિંદા કરી

બિલ ગેટ્સે તેના નવા બુક સોર્સ કોડને પ્રમોટ કરતી વખતે ઈલોન મસ્કનો ખાનગી સેક્ટરમાં ફાળો અને ઈન્ટેલિજન્સના વખાણ કર્યાં હતાં. પરંતુ સાથે સાથે તેની રાજકીય જોડાણો અને સરકારી નીતિઓમાં દખલગીરીની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, USAID વિશ્વમાં માનવતાવાદી પગલાંઓ લેવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેના લીધે લાખો લોકોના મૃત્યુદર ઘટ્યા છે. જે વિશ્વના લોકોની સુખાકારી અને કલ્યાણ માટે કામ કરે છે. મારૂ ફાઉન્ડેશન પણ USAID સાથે જોડાયેલું છે. જેમાં પોષણ, વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન અને અન્ય મહત્ત્વના સમાજલક્ષી કાર્યક્રમોમાં સહકાર આપીએ છીએ.

જ્યારે બિઝનેસ લીડર રાજકારણમાં પ્રવેશે...

બિલ ગેટ્સે કહ્યું કે, ઈલોનની ખાનગી સેક્ટરમાં કામગીરી ઈનોવેટિવ અને અદ્ધભૂત છે. પરંતુ જ્યારે બિઝનેસ લીડર્સ રાજકારણમાં પ્રવેશે ત્યારે તેઓએ સમજી વિચારીને પગલાં લેવાના હોય છે. તેઓ અમુક એજન્સીના મહત્ત્વ વિશે સમજવાનો પ્રયાસ પણ કરતાં નથી. હું USAID વિશે ચિંતિંત છું. એજન્સીના મહત્ત્વ વિશે સમજવાની જરૂર છે. તેમાં ઘણા લોકો પ્રોફેશનલ્સ તરીકે કામ કરી રહ્યા છે. તે કંઈ નુકસાનકારક એજન્સી નથી. જો આપણે તેને બંધ કરવા મંજૂરી આપી તો લાખો લોકોના જીવ જોખમમાં મુકાશે.

મસ્કે કરી હતી જાહેરાત

ઈલોન મસ્કે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, સરકાર કોસ્ટ કટિંગના ભાગરૂપે USAID બંધ કરવા જઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી સાથે હું USAID બંધ કરી રહ્યો છું. 

 





Related News

Icon