Home / World : China announces imposition of 125 percent tariff on America, serious trade war

ચીને અમેરિકા પર 125 ટકા Teriff લાદવાની કરી જાહેરાત, બંને દેશો વચ્ચે ગંભીર Trade War 

ચીને અમેરિકા પર 125 ટકા Teriff લાદવાની કરી જાહેરાત, બંને દેશો વચ્ચે ગંભીર Trade War 

China-US tariffs war: અમેરિકા અને ચીન વચ્ચે હવે Teriff war ગંભીર બની રહી છે. બંને દેશો વારાફરતી એકબીજા પર teriff લાદી રહ્યા છે. શુક્રવારે, ચીને યુએસ ટેરિફનો જવાબ આપ્યો. ચીને હવે અમેરિકા પર 125 ટકા ટેરિફ(125 percent tariff) લાદવાની જાહેરાત કરી છે. ચીને કહ્યું કે તે શનિવારથી યુએસ માલ પર 125 ટકા સુધીનો ટેરિફ લાદશે, જે અગાઉ 84 ટકા હતો. ટ્રમ્પે ડઝનબંધ દેશો પર ટેરિફ પર 90 દિવસનો વિરામ જાહેર કર્યો છે. પરંતુ ચીનને કોઈ રાહત આપવામાં આવી નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેઇજિંગના સ્ટેટ કાઉન્સિલ(State Council of Beijing) ટેરિફ કમિશને નાણા મંત્રાલય દ્વારા શેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ચીન પર અસામાન્ય રીતે ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા છે જે આંતરરાષ્ટ્રીય વેપાર નિયમો અને મૂળભૂત આર્થિક કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન છે. તેમણે એમ પણ કહ્યું કે નવો ટેરિફ શનિવારથી અમલમાં આવશે. અમેરિકા દ્વારા ટેરિફ વધાર્યા બાદ ચીને આ વધારો કર્યો છે. બંને દેશો એકબીજા પર ટેરિફ વધારી રહ્યા છે.

ચીનને કોઈ રાહત નહિ 

ટ્રમ્પે ડઝનબંધ દેશો પર ટેરિફ પર 90 દિવસનો વિરામ જાહેર કર્યો છે. પરંતુ ચીનને કોઈ રાહત આપવામાં આવી નથી. અત્યાર સુધીમાં અમેરિકાએ ચીન પર કુલ 145 ટકા ટેરિફ લાદ્યો છે.

ચીને ચેતવણી આપી હતી કે જો અમેરિકા તેના અધિકારો અને હિતોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે, તો તે દૃઢતાપૂર્વક વળતો હુમલો કરશે અને અંત સુધી લડશે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ ટેરિફથી થતા નુકસાનની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. તાજેતરના સમયમાં બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના તણાવ ટેરિફ એક્સચેન્જથી(Tariff exchange) આગળ વધીને સેવાઓ અને લોકો-થી-લોકોના સંબંધોને અસર કરી રહ્યા છે. ગુરુવારે અધિકારીઓએ ચીની થિયેટરોમાં ચાલતી યુએસ ફિલ્મોની(US films) સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો, જે સૂચવે છે કે માલ ઉપરાંત વિવિધ ક્ષેત્રોને અસર થઈ શકે છે.

અમેરિકાએ ચીન પર કુલ 145 ટકા ટેરિફ લાદ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરથી ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફેન્ટાનાઇલ દાણચોરીમાં ચીનની કથિત ભૂમિકા સંબંધિત અમેરિકાએ પહેલાથી જ ચીન પર 20 ટકાની અલગ ડ્યુટી લાદી છે.

ટેરિફમાં સતત વધારો 

આ પહેલા અમેરિકાએ ચીન પર 54 ટકા ટેરિફ લાદ્યો હતો. તેના જવાબમાં ચીને અમેરિકા પર 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી. ટ્રમ્પે ચીનને આ પગલા અંગે ચેતવણી આપી હતી અને તેને ટેરિફ પાછો ખેંચવા કહ્યું હતું, પરંતુ ચીને તેને પાછો ખેંચ્યો નહીં. આ પછી, અમેરિકાએ ચીન પર ૫૦ ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો, જેનાથી ચીન પરનો કુલ ટેરિફ104  ટકા થઈ ગયો. ત્યારબાદ જવાબમાં, ચીને ટેરિફ 34 ટકાથી વધારીને 84 ટકા કર્યો. જવાબમાં, અમેરિકાએ ચીન પરનો ટેરિફ 104 ટકાથી વધારીને 125 ટકા કર્યો. હવે ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરીને બદલો લીધો છે.

Related News

Icon