Home / World : Cyber ​​attack on WhatsApp users, claims that accounts of 90 journalists were hacked

WhatsApp યૂઝર્સ પર સાયબર એટેક, 90 પત્રકારોના એકાઉન્ટ હેક થયાનો દાવો; Metaનો સ્વીકાર

WhatsApp યૂઝર્સ પર સાયબર એટેક, 90 પત્રકારોના એકાઉન્ટ હેક થયાનો દાવો; Metaનો સ્વીકાર

Metaએ કન્ફોર્મ કર્યું છે કે WhatsApp પર હેકર્સનો હુમલો થયો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે  WhatsApp યૂઝર્સ સાયબર એટેકર્સના નિશાના પર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Metaએ આ સાયબર એટેકને લઇને આરોપ લગાવ્યા છે કે Paragonની સર્વિલાન્સ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે જેનું નામ Graphite છે. WhatsAppના માલિક Metaએ જણાવ્યું કે આ સાયબર એટેકમાં 90 લોકો શિકાર બન્યા છે.

આટલા યૂઝર્સ સુધી પહોંચ્યા સાયબર એટેકર

એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ તરફથી કન્ફોર્મ કરવામાં આવ્યું છે કે સાયબર એટેકર્સ 90 લોકો સુધી પહોંચ્યા છે જેમને શિકાર બનાવવામાં આવ્યા છે અને તેમના ડેટા પણ ચોરવામાં આવ્યા છે. આ 90 લોકો પત્રકાર અને કેટલાક મોટા શખ્સ હોવાનું કહેવામાં આવે છે. જોકે, તેમની કોઇ ડિટેલ સામે આવી નથી.

20 અલગ અલગ દેશમાં હતા વિક્ટિમ

Metaએ કન્ફોર્મ કર્યું છે કે એટેકર્સે કેટલાક પસંદગીના લોકોને શિકાર બનાવ્યા છે જેમાં પત્રકાર અને સિવિલ સોસાયટીના કેટલાક મેમ્બર્સ સામેલ રહ્યાં છે. કંપનીનું માનવું છે કે આ લોકો 20 અલગ અલગ દેશના છે.

ઝીરો ક્લિક એટેકથી થયા શિકાર

Paragon Solutionનું Graphite, અસલમાં ઝીરો ક્લિક ટેકનિક પર કામ કરે છે,  જેનો અર્થ એ છે કે વગર ક્લિકે આ ડિવાઇસમાં પહોંચી શકે છે અને ડેટા ચોરવાની ક્ષમતા ધરાવે છે. 

Gmail યૂઝર્સને પણ મળી વોર્નિંગ

Gmail તરફથી વોર્નિંગ જાહેર કરવામાં આવી છે અને તમામ યૂઝર્સને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.Gmailના 2500 કરોડ યૂઝર્સ છે અને તમામને સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે.
 
તાજેતરમાં કેટલાક પ્લેટફોર્મ પર હુમલાની જાણકારી સામે આવી છે પરંતુ Gmailનો યૂઝરબેસ ઘણો મોટો છે. Gmail પર કેટલીક સેન્સેટિવ ડિટેલ્સ હોય છે જેના ચોરી થવા પર હેકર્સ તમારૂ બેન્ક ખાતું પણ ખાલી કરી શકે છે.

 

Related News

Icon