Home / World : Donald Trump: America has expressed its readiness to reduce the 145 percent tariff on China to 80 percent, put this condition, read

Donald trump: અમેરિકાએ ચીન પરનો 145 ટકા ટેરિફ ઘટાડી 80 ટકા કરવા તૈયારી દર્શાવી, આ શરત મૂકી, વાંચો

Donald trump: અમેરિકાએ ચીન પરનો 145 ટકા ટેરિફ ઘટાડી 80 ટકા કરવા તૈયારી દર્શાવી, આ શરત મૂકી, વાંચો

Trump Tariff On China : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લગાવેલા ટેરિફને ઘટાડીને 80 ટકા કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે ટ્રેડ વૉરની તણાવની સ્થિતિ ઓછી કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ પર લખ્યું હતું કે, 'ચીન પર 80 ટકા ટેરિફ યોગ્ય માલુમ પડે છે! સ્કોટ બી પર નિર્ભર કરે છે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પે સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ પર લખ્યું હતું કે, 'ચીને અમેરિકા માટે તેમના બજારો ખોલવા જોઈએ. તે તેમના માટે ખૂબ સારું રહેશે!!! બંધ બજાર હવે કામ કરતું નથી!!!' હાલના 145 ટકા ટેરિફની કક્ષાએ ટ્રમ્પ તરફથી ચીની આયાતો પર 80 ટકા ટેરિફનો પ્રસ્તાવ ઘણો ઓછો છે. 

અમેરિકાની ચીનને મોટી રાહત: ટ્રમ્પે 145 ટકા ટેરિફ ઘટાડીને 80 ટકા સુધી કરવાની તૈયારી દર્શાવી 2 - image

પરંતુ ગત ગુરુવારે જાહેર કરવામાં આવેલી યુએસ-યુકે ટ્રેડ ડીલ પર લાગુ થનારા 10 ટકા યુનિવર્સલ ટેરિફથી ઘણુ વધારે છે. ચીન અમેરિકાના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર્સમાંથી એક છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલય અનુસાર, 2024માં યુએસએ ચીનને 143.5 બિલિયન ડોલકના માલની નિકાસ કરી હતી અને 438.9 બિલિયન ડોલરની આયાત કરી હતી.

અમેરિકાની ચીનને મોટી રાહત: ટ્રમ્પે 145 ટકા ટેરિફ ઘટાડીને 80 ટકા સુધી કરવાની તૈયારી દર્શાવી 3 - image

ટ્રમ્પે ગત 2 એપ્રિલના રોજ તેમના ટ્રેડિંગ ભાગીદારો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી. આ પછી ચીને પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં બંને દેશો એક પછી એક એકબીજા પર ભારી-ભરખમ ટેરિફ લગાવવા લાગ્યા હતા. જ્યારે ચીને અમેરિકી આયાત પર 125 ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી. જો કે, અમેરિકાએ ચીનની ઉત્પાદનો પર 145 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. પરંતુ ટ્રમ્પ સરકારે કેટલાક ઈલેક્ટ્રોનિક સામાનને ટેરિફમાં ન લેવાની વાત મુકી હતી.

Related News

Icon